રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગરના પ્રમુખ સ્થાને રોટરી હોલ ખાતે ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટનુ આયોજન થયેલ તેમાં નાના બાળકોથી સિનિયર સિટીઝન સુધીના લોકોએ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
સુરેન્દ્રનગરના અંધ પુરુષે પણ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટ નો પ્રથમવાર સુરેન્દ્રનગર ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં ભુજ. અંજાર. ભાવનગર. અમદાવાદ. કેશોદ. સાવરકુંડલા. બોટાદ. લખતર. વિરમગામ. વગેરે જિલ્લામાંથી આ ચેસ ટુર્નામેન્ટમાં 114 થી વધુ લોકો એ ભાગ લીધો હતો .
રોટરી ક્લબ સુરેન્દ્રનગર દ્વારા સેવાકીય પ્રવૃત્તિ ની સાથે સાથે સ્પોર્ટ ની પણ પ્રવૃત્તિનું આયોજન કરેલ.
રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગરના પ્રમુખ જય મહેતા. ક્લબ સેક્રેટરી હિરેન શાહ. પ્રોજેક્ટ ચેરમેન જયેશ પંચોલી. તથા ભૂમિકા સતાણી. અને રોટરી ક્લબના અન્ય સભ્યોએ ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું સફળ આયોજન માટે જહેમત ઉઠાવી હતી.