કપડવંજ કૉલેજમાં NSS અભિમુખતા અંગે આણંદ આર્ટસ કૉલેજમાં સેમિનારનું આયોજન કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ કે.એસ.આર્ટસ એન્ડ વી.એમ.પારેખ કોમર્સ કૉલેજના રાષ્ટ્રીય સેવા યોજના યુનિટમાં જોડાયેલા વિદ્યાર્થીઓ માટે આણંદ આર્ટસ કોલેજના ડૉ.મુકશભાઈ જોશીનું "NSSના ઉદ્દેશો અને મહત્વ" વિશે અભિમુખતા વ્યાખ્યાન યોજાયું હતું. ડૉ.મુકેશભાઈ જોશીએ NSSના ઉદ્દેશો વિશેહળવી શૈલીમાં વિવિધ ઉદાહરણથી વિગતવાર માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સેવા યોજનામાં સામુદાયિક સેવા દ્વારા વ્યક્તિત્વ વિકાસ થાય છે. NSS જીવન ઘડતરની એક પાઠશાળા છે. જેના ઉપક્રમે પંખીમાળા અને પાણી માટે કુંડાનું વિતરણ, જાહેર સ્થળો અને પ્રતિમાઓની સાફ સફાઈ, વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ જાગૃતિ, વરસાદી જળસંચય, હોસ્પિટલના દર્દીઓની અને વૃદ્ધાશ્રમની મુલાકાત, બેટી બચાવો અને બેટી પઢાવો અંગે જાગૃતિ, યુવા ઘડતર માટે વ્યાખ્યાન જેવી અનેક સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરી શકાય. કપડવંજ નગરને હેરિટેજ સીટી બનાવવાની પ્રવૃત્તિઓ માટે વિવિધ સંસ્થાઓ અને નગરપાલિકાના વહીવટીતંત્ર સાથે સહયોગથી કામ થઈ શકે. તેઓએ રેગ્યુલર એક્ટિવિટી અને કેમ્પ એક્ટિવિટીમાં કરવાની વિવિધ પ્રવૃત્તિ અંગે માહિતી આપી હતી. આચાર્ય ડૉ.ગોપાલ શર્માએ શબ્દોથી સ્વાગત કરી, વકતાની બહુમુખી પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. એન.એસ.એસ.પ્રોગ્રામ ઑફિસર પ્રો.ડૉ.મયંકભાઈ પટેલે કાર્યક્રમનું આયોજન અને સંચાલન કર્યું હતું. અને આભાર દર્શન સહ પ્રોગ્રામ ઑફિસર ડૉ.એલ.પી.વણકરે કર્યુ હતું. NSSના તમામ સ્વયંસેવક ભાઈ- બહેનોએ સદર વ્યાખ્યાનનો લાભ લીધો હતો.