ઉના ચેમ્બર ઓફ કોમર્સ અને ગ્રેઈન મરચન્ટ એસોસીએશન દ્વારા ઉનામાં વિવિધ મંદિરોમાં ધ્વજા ચડાવી તથા દરગાહ ઉપર ચાદર ચડાવી વેપારીઓએ પ્રાર્થના કરી હતી.

ઉના શહેરમાં છેલ્લા વર્ષોની પરંપરા મુજબ ઉના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઉનાના વિવિધ મંદિરો તથા દરગાહોએ ચાદર ચડાવવામાં આવી હતી. તે પરંપરા મુજબ ઉના ચેમ્બર ઓફ કોમર્સ તથા ગ્રેઈન મરચન્ટ એસો.ના તમામ વેપારીઓએ બપોર બાદ પોતાના કામ ધંધા બંધ રાખી પોસ્ટ ઓફિસ ચોકથી રામ ધુન બોલાવતા બોલાવતા વિશાળ સંખ્યામાં વેપારીઓએ ઉનાના રામજીમંદિર, સ્વામીનારાયણ મંદિર, બાલકૃષ્ણ દામોદર રાયની હવેલી તથા મંદિરમાં મહાઆરતી, દરગાહમાં દુઆ અદા કરાઈ શોભાયાત્રામાં વેપારી વર્ગ જોડાયો.

સુર્યમુખી હનુમાનજી મંદિર તથા વિવિધ મંદિરોએ ધજા ચડાવી પ્રાર્થના કરી હતી તેમજ ઉનાના માણેક ચોક પાસે આવેલ દરગાહ તથા હજરતશા બાબાની દરગાહે ચાદર ચઢાવી દુઆઓ કરી હતી અને લોકો સુખ, શાંતિથી ભાઈચારાથી રહે તેવી પ્રાર્થના કરી અને આ યાત્રા તળાવ કાંઠે મોટા હનુમાન મંદિરે ઉનામાં વેપારી મહાજનો દ્વારા વિવિધ મંદિરમાં ધ્વજા, દરગાહમાં ચાદર ચડાવાઈ