જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના છેલ્લા બે

વર્ષથી પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા

આરોપીને અમરેલીના કૉલેજ રોડ પરથી

જૂનાગઢની પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડ્યો હતો.

રાજયમાં વચગાળાના જામીન પર મુક્ત ફરાર

આરોપી તથા નાસતા ફરતા આરોપીઓને પકડવા

સૂચના અપાતા જૂનાગઢ પોલીસ અધીક્ષક

રવીતેજા વાસમશેટ્ટીની સુચના અને માર્ગદર્શન

હેઠળ જિલ્લામા વ્યવસ્થા જાળવવા નાસતા

ફરતા આરોપીઓ અને જેલ ફરાર આરોપીઓને

શોધી કાઢવા પેરોલ ફ્લો સ્કોડને તેમજ જિલ્લા

પોલીસ તંત્રને કામગીરી માટે સૂચના અપાઈ હતી.

આરોપી છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હતો

નાસતા ફરતા આરોપીઓને પકડવા જિલ્લામાં

ઝુંબેશ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.

જૂનાગઢ પેરોલ ફર્લો સ્કોડના એ.એસઆઈ

પ્રદીપ ગોહેલ, એ.એસ.આઈ ઉમેશભાઈ વેગડા,

પો.હેડ કોન્સ. સંજયભાઈ વઘેરા, પોલીસ

કોન્સ. દિનેશભાઇ છૈયા, પોલીસ કોન્સ. જયેશ

બાંભણીયાની ટીમ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનના

દારૂના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી કલ્પિત ઉર્ફે કલ્પેશ વિનુ ભાઈ ધામીને

ઝડપી પાડ્યો હતો.

પોલીસે બાતમીના આધારે ઝડપી કાયદેસરની

કાર્યવાહી કરી

આ આરોપી પોલીસની પકડથી બચવા અલગ

અલગ જગ્યાએ નાસતો ફરતો હતો અને તે

ખાનગી ટ્રાવેલ્સ બસમા ડ્રાઇવર તરીકે નોકરી

કરતો હતો. હાલ અમદાવાદથી ધારી ટ્રાવેલ્સ

બસ લઇ નીકળવાનો છે તેવી પોલીસને બાતમી

મળતા જૂનાગઢ પેરોલ ફલો સ્કોડ અમરેલી

જઇ આરોપીને ઝડપી પાડ્યો હતો. અમરેલી

કૉલેજ રોડ બાયપાસ વિસ્તારમાંથી આરોપી

બસ લઇ નીકળતા તેને રોકાવી તેનું નામ ઠામ

પુછતા પોતાનું નામ કલ્પિત ઉર્ફ કલ્પેશ વિનુભાઈ

ધામી કહેતા આરોપીને જૂનાગઢ તાલુકા પોલીસ

સ્ટેશનના ત્રણેય ગુના બાબતે પૂછપરછ કરતા

પોતે ગુનો કબૂલ્યો હતો. જે ને પેરોલ ફલો સ્કોડ

દ્વારા પકડી કાયદેસરની કાર્યવાહી કરી જૂનાગઢ

તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામા 

આવ્યો છે.

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ