પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન અને રોડ શો કરશે, અમદાવાદના ગરબામાં ભાગ લેશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે પ્રચાર માટે રાષ્ટ્રીય નેતાઓ હવે ગુજરાત પ્રવાસે અવવા લાગ્યા છે. હવે આ યાદીમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીનું નામ પણ ઉમેરાયું છે. નવરાત્રીમાં પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાતમાં પ્રિયંકા ગાંધી પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરીને રોડ શો કરશે. તેમજ અમદાવાદમાં ગરબામાં હાજરી આપશે.