સુરત શહેરમાં કોરોનાકાળની સુરત-છપરા સહિતની આઠ ટ્રેનો બંધ કરવાની માંગ કરાઈ છે.
રેલવે દ્વારા 2020ના સપ્ટેમ્બરથી ચલાવાતી સુરત-છપરા સહિતની 8 ક્લોન ટ્રેન ટૂંક સમયમાં બંધ થઈ શકે છે. ક્લોન ટ્રેનોથી નિયમિત ટ્રેનોનું સંચાલન બાધિત થઇ રહ્યું છે.ઉત્તર રેલવે ઝોને તેના તમામ ડિવિઝનના ઓપરેશનલ મેનેજરોને પત્ર લખીને જણાવ્યું છે કે નિયમિત ટ્રેનોના માર્ગમાં અવરોધ ન આવે તેથી ક્લોન ટ્રેનોનું સંચાલન ઉત્તરઝોનમાંથી સમાપ્ત કરી દેવું જોઈએ. ઉત્તર રેલ્વેએ તેના તમામ વિભાગોના ઓપરેશનલ મેનેજરોને પત્ર લખીને ઉત્તર રેલ્વેના કાર્યક્ષેત્રમાંથી ક્લોન ટ્રેનો રદ કરવા જણાવ્યું છે.