અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ નાસતા - ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી આઇ.જે ગીડા તથા અમરેલી સીટી પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૩૨૨૦૮૭૬ / ૨૦૨૨ , IPC કલમ -૪૨૭,૫૦૬ ( ૨ ) , ૧૧૪ મુજબના ગુન્હાના કામના આરોપી ઓને અમરેલી ખાતેથી પકડી પાડી અમરેલી સીટી પો.સ્ટે . ખાતે લાવી ખાનગી માલીકીની મીલકતને નુકસાન પોહચાડનાર આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે . પકડાયેલ આરોપી ( ૧ ) હિરેનભાઇ રસીકભાઇ બુટાણી ઉ.વ .૨૪ ધંધો.ડ્રાઇવિંગ રહે.અમરેલી લીલીયમ રોડ કાનાણીની વાડી સામે આસ્થા રો હાઉસ તા.જી.અમરેલી , મુળ રહે.જેતપુર જી.રાજકોટ ( ૨ ) કુલદીપપરી જયસુખપરી ગૌસાઇ ઉ.વ .૨૧ ધંધો.હિરા ઘસવાનો રહે.અમરેલી લીલીયમ રોડ કાનાણીની વાડી સામે આસ્થા રો હાઉસ , મુળ રહે.માવજીંજવા ,તા.બગસરા, જી.અમરેલી આમ પોલીસ અધિક્ષકશ્રી હિંમકરસિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી આઇ.જે.ગીડા તથા અમરેલી સીટી પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે . રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.