જૂનાગઢ જિલ્લા વિકાસ ગ્રામીણ એજન્સી દ્વારા પણ ગોપી મંગલમમાં

જૂથની બહેનો દ્વારા બનાવવામાં આવતી ગોબર આઈટમોને 'એમેઝોન' પર

વહેંચવા માટે મૂકવામાં માટેની પણ મદદ કરવામાં આવે છે. આ કામ દ્વારા

અન્ય મહિલાઓને પણ સારી રોજગારી મળે છે સાથે સાથે પર્યાવરણની

પણ સુરક્ષા થાય છે. પશુપાલન તેમજ વિવિધ વિભાગો દ્વારા મંગલમ

સખી મંડળને અનેક એવોર્ડ પણ મળેલા છે. પર્યાવરણની સુરક્ષા સાથે

આર્થિક રોજગારી આ કામમાં જોડાયેલા મહિલાએ જણાવ્યું હતું કે અમે

અમારા ઘરમાં પણ મદદરૂપ થઇ છીએ. અમને આત્મનિર્ભર બનવા માટે

ભાવનાબહેનનો ખૂબ મોટો ફાળો છે અને અમે અન્ય મહિલાઓને પણ

પ્રેરણા આપે છે કે આત્મનિર્ભર બનીને ઉત્તમ રીતે સ્વવિકાસ કરવો જરૂરી છે. 

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ