ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કાચ્છઈ સેજાની છાપરા ગામ આંગણવાડીમાં પોષણ માસ અંતર્ગત પોષણ પંચાયત કાર્યક્રમ યોજવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ સી. ડી. પી. ઓ.શ્રી દિપ્તીબેન પંચાલ દ્વારા પોષણયુક્ત આહાર વિશે આંગણવાડી બહેનો તથા લાભાર્થીઓ ને માહિતગાર કરવામાં આવ્યા તેમજ સમગ્ર માસ ( મહિના ) દરમિયાન પોષણ વિષયક કરવાની થતી વિશેષ કામગીરી વિશે પોતાની સુંદર તેમજ સરળ ભાષામાં વક્તવ્ય રૂપે વિસ્તૃત માહિતી સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.