શ્રીમતી દ્રોપદી મૂર્મુજીની રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક થવાની ખુશીમા નડિયાદ ચરોતર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ખેડા જિલ્લાની આદિવાસી સંસ્થા ‘સંતરામ કન્યા છાત્રાલય’ માં સંસ્થાની દીકરીઓ દ્વારા હર્ષ ઉલ્લાસ સાથે અભિનંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આદિવાસી દીકરીઓએ સ્વાગત ગીત તથા આદિવાસી નૃત્ય કરીને પોતાનો ઉલ્લાસ વ્યક્ત કર્યો અને શ્રીમતી દ્રોપદીજીના જીવન કવનની વાતો કરવામા આવી. સંતરામ કન્યા છાત્રાલયમાં ધોરણ ૯ થી ૧૨ ધોરણ સુધીની દીકરીઓ અભ્યાસ કરે છે. આ દીકરીઓ દ્વારા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક પામનાર પ્રથમ આદિવાસી મહિલા એવા શ્રમતી દ્રપડી મૂર્મજીનો અભિવાદન કાર્યક્રમ યોજાયો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આ કાર્યક્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી વિનુભાઈ સુથારે આવકાર પ્રવચન આપ્યું તથા રાષ્ટ્રપતિના જીવન સંઘર્ષની વાતો કરી દીકરીઓને બોધપાથ લેવા અનુરોધ કર્યો. આ પ્રસંગે શિક્ષક જ્યોત્સનાબેન રાવલ તથા ટ્રસ્ટીઓ કોકીલાબેન સુથાર, હિરેનભાઈ સુથાર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.