હારીજના વિસ્તારોમાં બાઇકોની ચોરીઓનું પ્રમાણ વધતા પોલીસ પણ બાઇક ચોરોને પકડવા સક્રિય થઈ છે.હારિજ પોલીસ સ્ટાફના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન રીઢા ત્રણ બાઇક ચોરોની બાતમી મળી હતી જેના આધારે ઝડપી પાડી વધુ તપાસ કરતા ત્રણ બાઇક મોબાઈલ સહિત 1.70 લાખનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

       હારિજ પી.એસ.આઈ.આર.કે.પટેલ અને પોલીસ સ્ટાફના ખોડાજી સોમાજી,રણજીતજી વિરાજી,ભગાજી સરતાનજી,વગેરે પોલીસ જવાનોની ટિમ બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના બનાવો બનતા અટકાવવા પેટ્રોલિંગમાં હતા ત્યારે ત્રણ બાઇક ચોરની ખાનગી રાહે બાતમી મળતા ઝડપ્યા હતા.જેમાં સાગરભાઈ રઘુભાઈ રાવળ,થરા ભક્તિનગર.રાહુલભાઈ જયંતીભાઈ ઠાકોર,થરા ઇન્દીરાનગર.અને શ્રવણજી વિરજીજી ઠાકોર તેરવાડા તા.કાંકરેજ ની પૂછપરછ કરતા ત્રણ બાઇકની ચોરીનો ભેદ ઉકેલાયો હતો.હીરો સ્પેલેન્ડર GJ.24,AD.8755,જેની કિંમત રૂ. 45 હજાર,બજાજ પલસર GJ.24,Q.3773 ની કિંમત રૂ.45 હજાર.હીરો સ્પેલેન્ડર નંબર GJ.24,AP.7665 ની કિંમત રૂ.70 હજાર અને મોબાઈલ એક કિંમત રૂ.10 હજાર મળી કુલ રૂ.1.70 લાખનો મુદામાલ ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.