ઇન્સ્પેકટરશ્રી પી.બી.દેસાઇની ટીમ, દ્રારા ઘરફોડ ચોરી તથા વાહન ચોરી કરતાં આરોપી (૧)

કૈલાસકુમાર S/0 મસરારામ છોગારામ જાતે મેઘવાલ, ઉ.વ.૨૭, રહે. નારાણાવાસ ગલી, રામદેવ

કોલોની, ઝાલોર, ભીનમાલ બાયપાસ, થાના. ઝાલોર, જી. ઝાલોર, રાજસ્થાન (૨) મુકેશ

દિનેશભાઇ શિવાજીભાઇ ઠાકોર, ઉ.વ.૨૮, રહે. નરોડા શોપીંગ સેન્ટર, ત્રીજો માળ, માછલી સર્કલ

પાસે, નરોડા, અમદાવાદ શહેર મુળવતન ગામ ઢાંકરી, તા.વિરમગામ, જી. અમદાવાદ (૩) રાહુલ

ઉર્ફે બબલુ S/O ગજેન્દ્રભાઇ બ્રહ્માજી ગુડદેકર, ઉ.વ.૨૬, રહે. ભારત સેવા સંઘની ચાલી,

એલ.બી. શાસ્ત્રી રોડ, શિલ્પ આર્કેડની સામે, હિરાવાડી, બાપુનગર, અમદાવાદ શહેર ને નરોડા

હિરાવાડી ચાર રસ્તા પાસેથી ઝડપી લીધેલ છે.

આરોપીઓ પાસેથી મળી આવેલ મો.ફોન નંગ-૨ કુલ કિ.રૂ.૧૪,૦૦૦/- તથા

એલન કી કિ.રૂ.૫૦/- તથા કાંડા ઘડિયાળ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા સ્પ્લેન્ડર મો.સા.

કિ.રૂ.૨૫,૦૦૦/- તથા પલ્સર મો.સા. કિ.રૂ. ૪૦,૦૦૦/- તથા એકસેસ મો.સા. ૩૫,૦૦૦/-

મળી તમામની કુલ્લે કિં.રૂ.૧,૨૪,૦૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

આ પકડાયેલ આરોપીઓ ટુવ્હીલર મો.સા. ઉપર દિવસ દરમ્યાન બંધ મકાનોની

રેકી કરે છે. મોડી રાત્રીના સમયે ચોરી કરવા સારૂ જાય છે. આરીની મદદથી બારીના સળીયા કે ગ્રીલ

તોડી મકાનમાં પ્રવેશ કરી રોકડા અને દાગીનાની ચોરી કરવાની ટેવવાળા છે.

આરોપીઓ નીચે મુજબની ઘરફોડ ચોરી તથા વાહન ચોરી કરેલ હોવાની કબુલાત

કરેલ છે.

(૧) ૫ મહિના પહેલાં રામોલ વસ્ત્રાલ, માધવ સ્કુલ પાસે સ્વપ્ન સૃષ્ટી સોસાયાટીમાં રોકડા

રૂ.૧,૭૫,૦૦૦/- તથા સોના ચાંદીના દાગીના ચોરી કરેલ છે.

(૨) ઉપરોકત ચોરીના ૨૦ દિવસ પછી કૃષ્ણનગર નવા નરોડા, ભવાની ચોક પાસે આવેલ

સાયોના બંગ્લોઝમાં રોકડા રૂપિયા ૮૦,૦૦૦/- તથા સોના ચાંદીના દાગીના, લક્ઝુરીયસ

કાંડા ઘડીયાળ અને મર્સીડીઝ ગાડીઓની ચાવીઓ ચોરી કરેલ છે.

(૩) ઉપરોકત ચોરીના પાંચેક દિવસ પછી નિકોલ શુકન બંગ્લોઝમાં એક બંગ્લોઝમાં ઘરફોડ

ચોરીની કોશિષ કરેલ છે.

(૪) બીજા દિવસે નરોડા ખાતે આવેલ હરિપ્રકાશ સોસાયાટીમાં ઘરફોડ ચોરીની કોશિષ કરેલ છે.

(૫) ઉપરોકત ચોરીના બે દિવસ પછી વસ્ત્રાલ ખાતે આવેલ માધવ બંગ્લોઝમાં રોકડા

રૂ.૮,૦૦૦/-ચોરી કરેલ છે.

(૬) ૩ મહિના પહેલાં નરોડા નવયુગ સ્કુલ પાસે શ્રીપ્રકાશ સોસાયાટીમાં રૂ.૩૦,૦૦૦/- તથા

સોના ચાંદીના દાગીના ચોરી કરેલ છે.

(૭) ઉપરોકત ચોરીના પાંચેક દિવસ પછી બાપુનગર ચંદ્રપ્રસાદ દેસાઇ હોલ પાસે અરવિંદ પાર્ક

સોસાયાટીમાં રૂ. ૪૦,૦૦૦/- તથા સોનાની ૪ બંગડીઓ સહિત સોના ચાંદીના દાગીના

ચોરી કરેલ છે.

(૮) ઉપરોકત ચોરીના પાંચ છ દિવસ પછી બાપુનગર ઇન્ડીયા કોલોની રોડ ઉપર હરીઓમ

સોસાયાટીમાં એક ગોડાઉનમાંથી રૂ.૩૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન ચોરી કરેલ છે.