ફતેપુરા તાલુકાના મુખ્યમથક ફતેપુરા મોળા કુવા,પોલીસ સ્ટેશન રોડ વડવાસ ચોકડી સુધી જતો રસ્તો છેલ્લા કેટલાક સમયથી બીસમાર હાલતમાં પહોંચી ગયો હતો જેના પગલે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો. આ બાબતે વિવિધ માધ્યમોમાં અહેવાલો પ્રસિદ્ધ થતા તંત્ર જાગ્યું હતું અને લાગતા વળગતા વહીવટી તંત્ર દ્વારા આ રસ્તાના રીપેરીંગ વર્કની કામગીરી કરવામાં આવી હતી.