સુરતમાં બાળકોને શિક્ષણ આપવાને બદલે નગ્ન કરી તેઓ સાથે હવસ સંતોષતા હવસખોર આચાર્ય પકડાતા તેના કારનામાં સામે આવી રહયા છે અને તેણે કરેલા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો વધુ એક ગુનો દાખલ થયો છે.
પુણા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આચાર્ય જેવા પદ ઉપર બિરાજતા હવસ ભુખ્યા નિશાંતકુમાર યોગેશકુચંદ્ર વ્યાસે વિદ્યાર્થીઓ સાથે ગંદી હરકતો કરતો વિડીયો સામે આવ્યો હતો બાદમાં તે ભાગી ગયો અને હવે પકડાતા તેનો ભોગ બનેલો એક વિદ્યાર્થી સામે આવ્યો છે, 3 વર્ષ પહેલા આ વિદ્યાર્થીને પણ પ્રિન્સીપાલે કેબિનમાં બોલાવી બદકામ કર્યું હોવાનું સામે આવ્યુ છે.
શનિવારે જયારે પ્રિન્સિપાલ નિશાંત વ્યાસ પકડાયો ત્યાર પછી તપાસ સમિતિએ વધુ એક ગુનો પ્રિન્સિપાલ સામે દાખલ કર્યો હતો.
વિડીયોના આધારે તપાસ સમિતિ પાસે 17 વર્ષનો વિદ્યાર્થી સામે આવ્યો હતો.
આ સગીર વિદ્યાર્થી જયારે ઘો-8માં અભ્યાસ કરતો હતો તે વખતે સ્કુલમાં એક છોકરી સાથે વાતચીત કરતા પ્રિન્સિપાલ નિશાંત વ્યાસને જોઇ જતા
પ્રિન્સિપાલે તે વિદ્યાર્થીને કેબિનમાં બોલાવ્યો હતો પછી તેની પાસે ગંદી હરકત કરાવી હતી.
આવી જ રીતે 17 વર્ષના વિદ્યાર્થીને પ્રિન્સિપાલે 4 થી 5 વખત સ્કુલ છુટ્યા પછી એકાદ કલાક સુધી કેબિનમાં બેસાડી રાખતો હતો અને અકુદરતી સેક્સ જેવી ગંદી હરકત કરતો હતો. પ્રિન્સિપાલના ફોનમાં અન્ય વિદ્યાર્થી પાસે વિડીયો પણ ઉતરાવ્યો હતો.
પ્રિન્સિપાલ નિશાંત વ્યાસ આવી જ રીતે અન્ય 5 થી 6 જેટલા વિદ્યાર્થીઓની પાસે ગંદી હરકત કરાવતો હોવાની વાત ભોગ બનેલા વિદ્યાર્થીએ પાલિકાની તપાસ સમિતિને કરી હતી.
હાલમાં 4 વિદ્યાર્થીઓએ કબૂલ્યું છે કે તેઓ પ્રિન્સિપાલની વાસનાના શિકાર બન્યા હતા.