દેવનગરી મહેમદાવાદ પવિત્ર નદીના કિનારે આવેલ શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ટ્રસ્ટી શ્રી એવા નરેન્દ્ર ભાઈ પુરોહિત ના જન્મદિવસ નિમિત્તે અનેક લોકોએ પાઠવી શુભેચ્છાઓ સાથે જન્મદિવસની ઉજવણી...
આ દેવસ્થાન ના પ્રણેતા એવા જીઓને મામા ના ઉપનામ થી બોલાવવા આવે છે તેમના જન્મદિવસે કેક કાપી ગુલાબના ફુલોની પાંખડીઓ વરસાવી તેમનું સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું અને મંદિરના ભૂદેવો થી લઈને, દેવસ્થાન પરિવાર, પુરોહિત પરિવાર, અધિકારીશ્રી ઓ સાથે ભક્તજનો જેવા અનેક લોકો એ તહેદિલ થી સુભેચ્છાઓ પાઠવી દીર્ઘ આયુષ્ય ની પ્રભુ ને તેમજ ગજાનંદ મહારાજ ને વંદના પ્રાર્થના કરી હતી.
આ શુભ પ્રસંગે નરેન્દ્ર ભાઈ પુરોહિત દ્વારા મહીપતસિંહ દ્વારા લવાલ નવી શરૂ કરેલ જરૂરીયાત મંદ બાળકો માટે ની સ્કૂલમાં બાળકો માટે મીઠાઈ તેમજ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે મંદિર પરિસરમાં ફરજ બજાવતા સર્વે કામદારોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે કવરમાં ભેટ અર્પણ કરી હતી.