વડોદરા શહેર અને જિલ્લામાં તાવ,કમળો, મેલેરિયા, ડેન્ગ્યુ, સ્વાઇન ફલૂ ના વધી રહેલા કેસ વચ્ચે કોરોનાના કેસ પણ વધી રહ્યા છે હાલમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 744 થઇ છે.
હાલમાં હોસ્પિટલોમાં 39 દર્દી દાખલ છે. જે પૈકી 4 દર્દી હાલ ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 560 લોકો ક્વોરન્ટીન છે.
વડોદરામાં એકતાનગર, અકોટા, અટલાદરા, બાપોદ, ભાયલી, છાણી, દિવાળીપુરા, ફતેપુરા, ગોકુલનગર, ગોરવા, ગોત્રી, હરણી, જતેલપુર, કપુરાઇ, મકરપુરા, માંજલપુર, નવાપુરા, નવાયાર્ડ, નવીધરતી, પાણીગેટ, રામદેવનગર, શીયાબાગ, સુભાનપુરા, સુદામાપુરી, તાંદલજા, તરસાલી, ઉંડેરા, વડસર, યમુનામીલ, મોકસી, રાણીયા, જરોદ, લીમડા, આસોજ, કોટંબી, વલણ, મેસરાડ, કરજણ, રણોલી, કોયલી, ગામડી, શિરોલા, સાથોડ, દશરથ, વાઘોડિયા, કેલનપુર, પલાસવાડા અને સમિયાલામાં નવા પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
જ્યારે સ્વાઈન ફ્લૂ ના ગતરોજ રવિવારે 2022ના અત્યાર સુધીમાં શંકાસ્પદ 108 દર્દી નોંધાયા છે. જેમાં રવિવારે 8 દર્દી પોઝિટિવ હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે. જ્યારે 14 દર્દીહોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂની સારવાર લઈ રહ્યા છે. શહેરના લગભગ તમામ વિસ્તારમાં સ્વાઈન ફ્લૂ જોવા મળી રહ્યો છે.
જ્યારે રવિવારે 253 ટીમ બનાવી 465 વિસ્તારમાંથી 744 દર્દી તાવના મળ્યા હતા. આ સાથે 27 કન્સ્ટ્રકશન સાઈટમાં ચેકિંગમાં 5 જગ્યાએ મચ્છરના પોરા મળતાં નોટિસ ફટકારાઈ છે. જ્યારે નવાપુરા, શિયાપુરામાં ડેન્ગ્યુના દર્દી મળ્યા હતા. જ્યારે નવાયાર્ડ, યમુના મિલ, સુદામાપુરી, અકોટામાં ચિકનગુનિયાના દર્દી મળ્યા હતા. જ્યારે નવાપુરામાં કમળાના દર્દીઓ નોંધાયા હતા. રવિવારે મલેરિયાનાના 983 ટેસ્ટ કરાયા હતા.