જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં ખેડા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
અરજદારોના તમામ પ્રશ્નોનો હકરાત્મક ઉકેલવામાં આવ્યા
કુટુંબ સહાય, વિધવા સહાયના પ્રમાણપત્રોનું વિતરણ કરાયું
જિલ્લાઅના ખેડા તાલુકા ખાતે મામલતદાર કચેરીમાં જિલ્લા કલેકટરશ્રી કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હાજર રહેલ 20 થી વધારે અરજદારોના પ્રશ્નોનો જિલ્લા કલેકટરશ્રી કે.એલ.બચાણીએ નિકાલ કરી તેઓને જવાબ તથા સહાય હુકમો રૂબરૂ પાઠવ્યા હતા.
અરજદારોને પોતાના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ મળતા તેમણે કલેકટરશ્રી કે.એલ.બચાણી અને સરકારશ્રીનો આભાર વ્યરક્ત કર્યો હતો. ગેરહાજર રહેલ અરજદારોના પ્રશ્ન નિકાલ બાબતે હાજર રહેલ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી તેમજ સ્થાનિક અન્ય પ્રશ્નો બાબતે જરૂરી માર્ગદર્શન/સૂચનો આપવામાં આવ્યા.
અરજદારો દ્વારા વિધવા સહાય, રેશન કાર્ડ, રાષ્ટ્રીય કુટુંબ સહાયના લાભો અંગેની રજૂઆતો કરવામાં આવેલ હતી. જેનો સ્થળ પર જ નિકાલ લાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અરજદારો ઉપરાંત મામલતદાર શ્રી સહિત પોલિસ વિભાગના અધિકારીઓ, સંલગ્ન તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ ઇરફાન મલેક