પટ્રોલ-ડીઝલના ભાવો આસમાને પહોંચતા હવે તેના નવા વિકલ્પ તરીકે નવા જમાનામાં ઇલેક્ટ્રિક વાહનો આવી ગયા, વીજળીમાં હવે સોલાર આવી ગયું અને ગેસના બાટલા મોંઘા થતા હવે તેનો વિકલ્પ પણ આવી ગયો છે અને દેશમાં પ્રથમવાર સુરતમાં ઘરેલું ઉપયોગ માટે પાણીમાંથી હાઈડ્રોજન ગેસ બનાવવાની શરૂઆત થઈ છે.

સુરતના કવાસ ખાતે આવેલી એનટીપીસીની ટાઉનશિપમાં 200 મકાનોમાં હાઈડ્રોજન સાથે નેચરલ ગેસ મિક્સ કરેલા ગેસનો પુરવઠો આપવામાં આવશે.
આ પ્રોજેક્ટનું જમા પાસું એ છે કે, ‘પાણીમાં હાઈડ્રોજન બનાવવા માટે જે વિજળીનો ઉપયોગ થશે તે વિજળી પણ સોલાર એનર્જીથી ઉત્પાદન કરવામાં આવશે.
આમ સોલર પેનલથી વીજ ઉત્પાદન પણ થતું રહેશે. આ પ્લાન્ટ થી પ્રદુષણ પણ ઓછું થશે, નેચરલ ગેસમાં કાર્બન હોય છે. જેને સળગાવ્યા પછી કાર્બન ડાયોક્સાઈડ બને છે. હાઈડ્રોજનને મેળવીને આ ગેસ બનાવવામાં આવશે. જેથી કાર્બનું પ્રમાણ ઓછું થશે.આ ઉપરાંત ગેસ સસ્તો થતા ગૃહણીઓ બજેટ પણ જળવાઈ રહેશે.
આમ,સતત મોંઘા બની રહેલા રાંધણ ગેસના પર્યાય તરીકે પાણીમાંથી મફતના ભાવે ગેસ મળતો થઈ જશે અને તેની શરૂઆત સુરતથી થશે.