શ્રી માહી ચેરીટેબલ ટ્રસ્ટ (માહી ગ્રુપ) તેમજ શ્રી જલારામ સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે
પોરબંદરની જાહેર જનતા માટે કુદરતી અલૌકિક પદ્ધતિથી કસરત દ્વારા એક નિશુલ્ક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં સવારે નવા જલારામ મંદિર તેમજ બપોરેથી કોર્ટ પાછળ ગોપનાથ મહાદેવ મંદિર ખાતે નિશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
જેમાં હાથ ,પગ ,ગોઠણ ,કોણી , ગરદન ,એડીના દુઃખાવા , સાઇટીકા ,મણકાની તકલીફ ,પેટના દર્દો ,પડખાનો દુખાવો, પેચોટીની તકલીફ ,શરીરમા કોઇ નસ દબાતી હોય ,હાથ પગમા ખાલી ચડતી હોય ,માથાનો દુખાવો- માઇગ્રેન ,પથરી, થાઇરોડ વગેરે રોગોની સારવાર દવા વગર ફક્ત અને ફક્ત માત્ર કસરતથી દુર કરવામા આવલ..
જેનો પોરબંદરની જાહેર જનતાએ ખૂબ મોટી સંખ્યામાં સારો એવો લાભ લીધેલ અને વિનામૂલ્ય નિસ્વાર્થ સેવા આપનાર સેવાભાવી અરવિંદભાઈની ટીમના સભ્યો દ્વારા રમણીકભાઇ દેવાણી,
ગોહેલ સાહેબ, વિજયભાઈ જુંગી, મહેન્દ્રભાઈ માંડલિયા,
રામભાઈ ટુકડિયા, વિમલભાઈ શાહ,દ્વારા નિસ્વાર્થ ભાવે દર્દીઓને સેવા આપવામાં આવેલ.
ઉપરોક્ત કેમ્પનું આયોજન માહી ગ્રુપના સેવાભાવી સેક્રેટરી ગજેન્દ્રભાઈ વ્યાસના જન્મદિવસ નિમિત્તે માહી ગ્રુપ પરિવાર તરફથી રાખેલ