વિધાનસભાની ચૂંટણીનો બુંગીયો વાગી ચૂકયો છે અને આથી જ ભાજપ,કોંગ્રેસ અને આપની સાથે તમામ રાજકીય પક્ષના નેતાઓ સુરેન્દ્રનગર જિલ્લાના ચક્કર મારતા થઇ ગયા છે. આવા સમયે જિલ્લાની 5 વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી કરવા માટે કોંગ્રેસના સૌરાષ્ટ્રના પ્રભારી સુરેન્દ્રનગરની ખાસ મુલાકાતે આવ્યા હતા.અને જે લોકો ચૂંટણી લેડવા માગે છે. તેમને રૂબરૂ મળીને વિગતો મેળવી હતી. જેમાં પાટડી અને ચોટીલા વિધાનસભાના રનિંગ ધારાસભ્યોને રિપિટ કરવાનું આમ તો નક્કી થઇ ગયું જ છે. જ્યારે લીંબડી, ધ્રાંગધ્રા અને ખાસ કરીને ભાજપ માટે મજબૂત ગણાતી વઢવાણ વિધાનસભાની બેઠક ઉપર કોને લડાવવા તે કોંગ્રેસ માટે પણ મોટો પડકાર બની ગયો છે.સુરેન્દ્રનગર જિલ્લાની કુલ 5 વિધાનસભાની બેઠકોમાંથી ગત ચૂંટણીમાં પાટડી,ચોટીલા,લીંબડી અને ધ્રાંગધ્રા આ 4 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. પરંતુ બાદમાં લીંબડી અને ધ્રાંગધ્રા વિધાનસભાના કોંગ્રેસના જીતેલા ઉમેદવારોએ રાજીનામું આપી દેતા પેટા ચૂંટણીમાં બંને બેઠક ભાજપે જીતી લીધી હતી. આમ વર્તમાન સમયે કોંગ્રેસ પાસે 2 અને ભાજપ પાસે 3 બેઠકની સત્તા છે.પરંતુ આ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર હોય તો તે છે તેમણે ગત વિધાનસભામાં જે 4 બેઠક ઉપર વિજય મેળવ્યો હતો તે જાળવી રાખવાનો છે. જ્યારે સામે પક્ષે ભાજપની એક માત્ર જે વઢવાણ વિધાનસભામાં જીત થઇ હતી જ્યારે બાકીની 4 વિધાનસભાની રનિંગ ચૂ઼ંટણીમાં જે કારમા પરાજયનો સામનો કર્યો હતો. તે ખાડામાંથી બહાર આવીને વિજય મેળવવો તે મોટો પડકાર છે.કોંગ્રેસના વિજય પતાકા લહેરાઇ રહે તે માટે સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝા મંગળવારે સુરેન્દ્રનગર આવ્યા હતા. અને તેમણે ખાસ કરીને 5 વિધાનસભા માંથી ચૂ઼ટણી લડવા ઇચ્છતા ઉમેદવારો અને પક્ષના તાલુકા અને જિલ્લાના પ્રમુખો સાથે ખાસ બેઠક યોજી હતી.જેમાં ખાસ કરીને કોંગ્રેસમાંથી લીંબડીમાં 8થી વધુ, ધ્રાંગધ્રામાં 10 જ્યારે વઢવાણમાં 12 જેટલા આગેવાનોએ ચૂંટણી લડવા માટેની દાવેદારી કરી છે. જ્યારે પાટડી અને ચોટીલામાં પણ 8 જેટલા કાર્યકરોએ ચૂંટણી લડવાની ઇચ્છા બતાવી હતી. અહીંયા મહત્વની બાબત એ છે કે ભાજપનો ગઢ ગણાતી વઢવાણ વિધાનસભા લડવા માટે સૌથી વધુ ઉમેદવારો મેદાનમાં આવ્યા હતા. ત્યારે જિલ્લાની તમામ બેઠકો ઉપર કોંગ્રેસ જ્ઞાતિનું સમીકરણ ધ્યાને લઇને ઉમેદવારોની પસંદગી કરશે.લીંબડી અને ધ્રાંગધ્રામાં ગત વિધાનસભાની ચૂંટણી ઉપરાંત અગાઉની ચૂંટણીમાં લડી ચૂકેલા ઉમેદારોએ આ વિધાનસભામાં ટિકિટની માગણી જ નથી કરી. તેમની જગ્યાએ પક્ષમાં સક્રીય રહેલા કાર્યકરોએ ટિકિટની માગણી કરી છે. આથી આ બેઠકો ઉપર કોંગ્રેસ આ વખતે નવા ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે.જિલ્લામાં ખાસ કરીને ચોટીલા અને પાટડીમાં વર્તમાન સમયે કોંગ્રેસના ધારાસભ્યો છે. આ બંને ઉમેદવારો પોતાના વિસ્તારમાં સક્રિય છે. ત્યારે આ ઉમેદવારો સામે કોને લડાવવા તે ભાજપ માટે પણ મોટો પડકાર બની ગયો છે. આ બેઠકો જાળવી રાખવા માટે કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી દેશે જયારે ભાજપ આ 2 બેઠક કોંગ્રેસ પાસેથી આચકી લેવા કોઇ કસર નહી છોડે તે વાત નકકી છે.સામાન્ય રીતે ચૂંટણીના સમયે પક્ષ પલ્ટો કરવા માટે જાણીતા સોમાભાઇ પટેલ પણ આ વિધાનસભાની ચૂંટણી લડે તેવી શકયતાઓ સેવાઇ રહી છે. જેમાં ખાસ કરીને લીંબડી વિધાનસભા જીતુ ચૂકેલા સોમાભાઇ પટેલ આ વખતે લડશે કે નહી તેનું ભરેલું નાળીયેર છે
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं