સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી ની ટીમે સેવાણી ગામ ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.
સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસે કામરેજ તાલુકાના સેવણી અને કોળી ભરથાણા ગામેથી વિદેશી દારૂના જથ્થા સહિત કુલ ૫. ૧૮ લાખની કિંમતના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી કુલ ચારને વોન્ટેડ જાહેર કર્યા હતા. સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસના અ. હે. કો ચિરાગ જયંતીલાલ, અ. હે. કો અમરત રાધાજી, એ. એસ. આઇ મહેન્દ્ર શનાભાઈ તેમજ પેરોલ ફ્લો સ્કોડના યોગેશ શ્રવણભાઈ પાટીલને મળેલી સંયુક્ત બાતમીના આધારે સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસે કામરેજ તાલુકાના સેવણી ગામ તેમજ કોળી ભરથાણા ગામે રેઇડ કરી હતી. જેમાં સેવણી ગામે આવેલા હોસ્પીટલ ફળિયામાં રહેતી મધુબેન ગુણવંતભાઈ રાઠોડ નામની મહિલાને ૨૫૦ નંગ વિદેશી દારૂની બોટલ કિંમત રૂપિયા ૩૩ હજારની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે તેમજ કામરેજ તાલુકાના કોળી ભરથાણા ગામના મોટા મંદિર પાસે આવેલા ખેતરની બંગલી પાસેથી વિદેશી દારૂની ૭૧૯ નંગ બોટલ કિંમત રૂપિયા ૧. ૭૫ લાખ તેમજ રેનોલ્ટ કવીડ ગાડી નંબર જીજે-૨૬ એન ૫૪૯૮ કિંમત રૂપિયા ૩ લાખ તેમજ ૧ મોબાઇલ કિંમત રૂપિયા ૧૦ હજાર મળી કુલ ૪. ૮૫ લાખના મુદામાલ સાથે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કોળી ભરથાણા ગામે આવેલી હનુમાન ટેકરી વિસ્તરમાં રહેતા દલસુખભાઈ ઉર્ફે ભાણો ઉર્ફે કાલીશ ભરતભાઈ પટેલ ઉ. વ ૩૨ની અટક કરી હતી. જ્યારે (૧) આશિષ ભરતભાઈ પટેલ (૨) ભરતભાઈ બાલુભાઈ પટેલ બંને રહેવાસી હનુમાન ટેકરી કોળી ભરથાણા તા. કામરેજ જી. સુરત તેમજ (૩) વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર ગોવિંદભાઇ ભરવાડ રહેવાસી સોનગઢ સહિત ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આમ સુરત જિલ્લા એલસીબી પોલીસ દ્વારા કામરેજ તાલુકાના ગામડામાંથી વિદેશી દારૂના જથ્થા સહિત અન્ય મળી કુલ ૫. ૧૮ લાખની કિંમતના મુદ્દામાલ સહિત બે આરોપીની અટક કરી કુલ ચાર આરોપીને વોન્ટેડ જાહેર કરાયા હતા.