રોડમાં ખાડા કે ખાડામાં રોડ! વિંછીયાથી થોરીયાળી ગામ સુધીના હાઈવે રોડમાં પડ્યા મસમોટા ખાડાઓ, તંત્ર ગમખ્વાર અકસ્માતની રાહમાં.

- થોડા દિવસો પહેલા જ આ ખાડાને લીધે આઈસર-કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, છતાં તંત્ર ઘોર નિંદ્રામાં.

જસદણ.

વિંછીયા-બોટાદ હાઈવે રોડ પર આવેલ થોરીયાળી ગામ સુધીનો હાઈવે રોડ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. છતાં માર્ગ અને મકાન વિભાગ તંત્ર જાણે કે કોઈ ગમખ્વાર અકસ્માતની રાહ જોઈને બેઠું હોય તેવું આ બિસ્માર રોડને જોતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ આ હાઈવે રોડમાં પડેલા ખાડાઓને લીધે આઈસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે તે અકસ્માતની ઘટનામાં લોકોને ઈજાઓ પહોંચી હતી અને કોઈ જાનહાની થઈ ન હતી. છતાં આજદિન સુધીમાં જવાબદાર તંત્ર દ્વારા આ રોડમાં પડેલા ખાડાઓને બુરવાની પણ તસ્દી લેવામાં આવી ન હોવાથી હજારો વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. જેથી વિંછીયાના થોરીયાળી ગામ સુધીના બિસ્માર રસ્તાનું જેતે જવાબદાર તંત્ર દ્વારા પેચવર્ક કામ કરવામાં આવે તેવી આ રોડ પરથી પસાર થતા દરેક વાહનચાલકોની માંગ ઉઠવા પામી છે. જો વહેલી તકે જવાબદાર તંત્ર દ્વારા આ રોડનું પેચવર્ક કામ કરવામાં નહી આવે તો આવનારા સમયમાં આ મસમોટા ખાડાઓ ગંભીર અકસ્માત સર્જી શકે છે.

તસવીર: