થોડા દિવસો પહેલા સાવરકુંડલામાથી હાથસણી રોડ પર રહેતી પ્રજાપતિ સમાજની એક સગીરાને મુળ ગોંડલ હાલ શાપર રહેતો એક શખ્સ ભગાડી ગયો હતો. જો કે હજુ સુધી પોલીસ પકડમાં આવેલ ન હોય તેથી આજે પ્રજાપતિ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યુ હતુ.પ્રાંત અધિકારી મારફત,રાજયપાલને પાઠવાયેલા આવેદનમા જણાવાયું હતુ કે!શહેરના હાથસણી રોડ પર રહેતી પ્રજાપતિ સમાજની એક સગીરાને મુળ ગોંડલ અને હાલ શાપરમા રહેતો અમીત દિનેશભાઇ પરમાર નામનો શખ્સ લલચાવી કોસલાવી ભગાડી ગયો હતો . આ અંગે તારીખ ૨૨/૦૭ ના રોજ સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ હતી.જો કે સગીરાને ભગાડી ગયાના આટલા દિવસો બાદ પોલીસ આરોપીને પકડી શકી નથી.ત્યારે પોલીસ દ્વારા તાકિદે આરોપીને પકડવાની કામગીરી કરવામા આવે તેવી માંગણી આવેદન પત્રમાં કરવામા આવી હતી.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી