જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સારા પ્રમાણમાં મગફળીની આવક
થઇ છે. ખેડૂતો પોતાની મગફળી ખુલ્લી હરરાજીમાં યાર્ડમાં
વેચી રહ્યા છે. હાલમાં રોજની 2500 ગુણી જવાય મગફળી
ની આવક થઈ રહી છે.ખેડૂતો જ્યારે પોતાનો માલ લઈ
માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા ત્યારે ખેડૂતોમાં પણ આનંદ
જોવા મળી રહ્યો છે અને ખેડૂતોએ જણાવ્યું હતું કે મગફળી
નો ભાવ હાલમાં માર્કેટિંગ યાર્ડમાં 1100 થી 1300 રૂપિયા
જે મળી રહ્યો છે તે સારો ભાવ મળી રહ્યો છે. તહેવારો
જ્યારે આવી રહ્યા છે ત્યારે ખેડૂતોને પૈસાની પણ જરૂરિયાત
હોય છે અને કોઈપણ પ્રકારના વધુ ખર્ચ વિના માર્કેટિંગ
યાર્ડમાં મગફળીની ખરીદી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી
રહી છે લાભ પાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદીનો લાભ
પાંચમથી પ્રારંભ થતો હોય છે. પરંતુ, તહેવારો આવી રહ્યા
હોય અને બજારમાં સારા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતો
હાલ ખુલ્લી હરરાજીમાં જ પોતાની મગફળી વેચી રહ્યા છે.
જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ગુજરાતનું એકમાત્ર એવું માર્કેટિંગ
યાર્ડ છે જેમાં ખેડૂતોનો માલ માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા પછી
ખેડૂતોને એક પણ રૂપિયાનો વધારાનો ખર્ચ ચૂકવવો પડતો
નથી. માલની ચડાઈ, ઉતરાઈ તોલાઈ,ની તમામ ખર્ચ પણ
વેપારીઓ દ્વારા જ ચૂકવવામાં આવે છે.આવનાર 10 થી 15
દિવસમાં મગફળીની આવક બમણી થશે તેવું માર્કેટિંગ યાર્ડના
સેક્રેટરી દિવ્યેશ ગજેરા એ જણાવ્યું હતું
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ