36 મો રાષ્ટ્રીય ખેલ મહોત્સવ ગુજરાતના યજમાન પડે યોજવામાં આવી રહ્યો છે ત્યારે આ રમોત્સવમાં 25 લાખથી પણ વધારે રમતવીરો ભાગ લેવાના છે 

ગુજરાતને આંગણે રમાનારી આ ઇવેન્ટ ખાસ બની રહેશે ગુજરાતમાં પહેલીવાર આ પ્રકારની નેશનલ ઇવેન્ટ યોજાવા જઈ રહી છે જે આપણા સૌના માટે ગૌરવંતી બાબત છે ત્યારે બાલીસણા ગામે શેઠ.સી.વી.વિધાલય અને ઈ.લા.પટેલ ઉ.મા શાળા બાલીસણા ગામે વિદ્યાર્થીઓમાં રમતો પ્રત્યે જાગૃતિ વધે તે હેતુસર શાળા કક્ષાએ રમાયેલ રમતો કાર્યક્રમમાં હાજરી આપી શાળાના બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપેલ હતી

આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સંગીતાબેન ચૌધરી, બાલીસણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર. આર. ઝરૂ, પાટણ તા.પં સામાજીક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર, સરપંચશ્રી મુકતીબેન પટેલ, ઉપ સરપંચશ્રી દિપકભાઇ, બાલીસણા એજ્યુકેશન સોસાયટી ના પ્રમુખ ડાહ્યાભાઈ પટેલ મંત્રીશ્રી નટુભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ શાળા ના આચાર્યશ્રી પ્રણવભાઈ પટેલ તલાટીશ્રી બાલીસણા સુનિલભાઈ ત્રિવેદી તથા શિક્ષકગણ વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા