સમગ્ર જિલ્લામાં ૨૨૫ પોલીયો બુથ ખાતે આરોગ્ય તંત્રના ૯૦૦ સભ્યોની ટીમો કામગીરીમાં જોતરાઈ : તા.૧૯ અને ૨૦ મી સપ્ટેમ્બરે ડોર-ટુ-ડોર કરાઈ રહેલી કામગીરી

નર્મદા જિલ્લા માં પોલિયો રસીકરણ અભિયાનમાં બાકી રહેલા બાળકોને તા.૧૯ અને ૨૦ મી સપ્ટેમ્બરના રોજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ડોર-ટુ-ડોર કામગીરી કરવામાં આવી રહી છે. જે બાળકો પોલીયો રસીકરણ માં બાકી રહી ગયા છે, તેમને આ કામગીરી થકી સમાવેશ કરી સંપૂર્ણ રસીકરણ કરવા માટે જિલ્લાકક્ષાએથી સતત મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે.

નર્મદા જિલ્લામાં હાથ ધરાયેલા પોલીયો રસીકરણ અભિયાનમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશાવર્કર બહેનો, આંગણવાડી કાર્યકર બહેનોએ બુથ પર ઉપસ્થિત રહીને ભુલકાંઓને પોલીયોના બે ટીપાં પીવડાવ્યા હતા. જે બાળકો રસીકરણથી બાકી રહી ગયા છે તેમના માટે ડોર-ટુ-ડોર કામગીરી પણ હાલ કરવામાં આવી રહી છે. ૦૦૦૦