રાજકોટ શહેરમાં શ્રી રામનાથ મહાદેવ મંદિરના જીર્ણોધ્ધાર અને વર્ષોથી પેન્ડિંગ પડેલા રિવરફ્રન્ટના કામ માટે ગ્રાન્ટની મંજૂરી મળી ગઈ છે. આજે CM ભૂપેન્દ્ર પટેલે રાજકોટ મહાનગરપાલિકાને રામનાથ મહાદેવ મંદિર અને આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના કામો માટે રૂ.187 કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે

રાજકોટ મહાનગરપાલિકા હવે રામનાથ મહાદેવ મંદિરના જિર્ણોધ્ધાર ઉપરાંત વિશાળ પાર્કિંગ એરિયા, ટેમ્પલ પ્લાઝા, કિઓસ્ક, લેન્ડ સ્કેપીંગ જેવી વિકાસ કામગીરી હાથ ધરશે તથા ભવિષ્યમાં વધુ ડેવલપમેન્ટ માટેની જગ્યા પણ રાખશે. આ ઉપરાંત આજી નદીમાં મંદિરની પાછળના ભાગમાં જરૂરિયાત મુજબ ચેકડેમ બનાવાશે. મુખ્યમંત્રીએ આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીને કારણે રાજકોટમાં આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ અને અતિ પ્રાચીન રામનાથ મહાદેવ મંદિરના વિકાસ કામો ઝડપથી સાકાર થશે.