મહેમદાવાદ સેવાદળ એકેડેમી ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા 2022ની ચૂંટણીને લઈને અગત્યની મીટીંગ નું આયોજન...

    આ કાર્યક્રમમાં ચૂંટણીને અનુલક્ષીને અગત્યના કાર્ય કરો તેમજ મહિલાઓને ચૂંટણીને અનુલક્ષીને કઈ રીતે ઓછા સમયમાં વધુ સારી કામગીરી કરવી તેને લઈને સીમાબેન પાંડે ( છત્તીસગઢ ) ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રભારી, સુધાબેન ચૌહાણ ( ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ), રામ સિંહ ઝાલા ( કોંગ્રેસ સમિતિ તાલુકા પ્રમુખ ), મનીષ મોરી ( મહેમદાવાદ શહેર પ્રમુખ ), રાગિણીબેન. એસ. ગાંધી( મહેમદાવાદ શહેર મહિલા પ્રમુખ ), મેઘના પટેલ ( તાલુકા મહિલા પ્રમુખ ), અંકિતા પરમાર( ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસ મહામંત્રી ), કરીમભાઈ મલેક ( લઘુમતી સેલ મધ્ય ગુજરાત ) જેવા અને કાર્યકર્તાઓ સાથે મોટી માત્રામાં મહિલાઓ જોડાઈ હતી.

   સીમાબેન પાંડે, સુધાબેન ચૌહાણ, રામ સિંહ ઝાલા, કરીમભાઈ મલેક જેઓ એ પોતાના સુંદર વક્તવ્યમાં મોંઘવારી, શિક્ષણ, બેરોજગારી જેવા અનેક મુદ્દાને લઇને સુંદર વક્તવ્ય આપ્યું હતું.