ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વિવિધ પક્ષોના નેતાઓ સતત ગુજરાત આવી રહ્યા છે,ત્યારે AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ આજે વડોદરા પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર હાજર લોકોએ 'મોદી મોદી'ના નારા લગાવ્યા હતા. આનાથી દિલ્હીના સીએમ કેજરીવાલ સહેજ થોભી ગયા હતા, જોકે બાદમાં તેઓ સ્મિત સાથે આગળ વધ્યા હતા.

મોદી મોદીના નારા ગુંજતા AAP કાર્યકરોએ 'કેજરીવાલ-કેજરીવાલ'ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે આજે વડોદરા પહોંચ્યા છે. તેઓ અહીં ટાઉન હોલ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું

વડોદરામાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ એરપોર્ટ પર આવતાં જ ત્યાં હાજર લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. બીજી તરફ, કેજરીવાલે આ અંગે પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું કે મને રાજકારણ નથી આવડતું. જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરીશું.

કેજરીવાલે એરપોર્ટ પર મોદી મોદીના નારા અંગે જણાવ્યું હતું કે મારી સામે મોદી મોદીના નારા લાગ્યા, પણ મને રાજકારણ નથી આવડતું. હવે ભાજપને તેમની મજબૂત સીટો પર હારનો ડર લાગી રહ્યો છે. ભાજપ પણ રાહુલ ગાંધી આવે ત્યારે મોદી મોદીના નારા નથી લગાવતું. કોંગ્રેસ પણ મારી સામે નારેબાજી કરે છે.