ગરુડેશ્વર ના કારેલી ગામેથી જુગાર રમતા 3 જુગારીયાઓને ઝડપી પાડતી ગરૂડેશ્વર પોલીસ

મળતી માહિતી અનુસાર ગરૂડેશ્વર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા જે દરમિયાન તેઓને બાતમી મળેલ કે ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારના કારેલી ગામે ખાડીના કિનારે બેસીને કેટલાક જુગારીયાઓ પોતાના આર્થિક ફાયદા માટે પૈસા નો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે ગરૂડેશ્વર પોલીસ સ્ટાફના માણસોએ કારેલી કામે ચેકડેમ ફળિયામાં ખાડીના કિનારે જુગાર અંગે રેડ કરતા પોતાના આર્થિક ફાયદા માટે ના પાના પત્તા વડે પૈસાનો હારજીતનો જુગાર રમી રમાડતા ત્રણ જુગારિયા ઝડપાઇ આવ્યા

ગરુડેશ્વર પોલીસે ઝડપાયેલા આરોપીની અંગઝડતી માં મળેલા રોકડા રૂપિયા 330 તથા દાવ ઉપર લગાડેલા 130 તથા જુગાર અંગે ના સાહિત્ય મળી કુલ 460 ના મુદ્દામાલ સાથે આરોપી (1) કિરણભાઈ રમેશભાઈ તડવી (2) કાનજીભાઈ મનસુખભાઈ તડવી (3) વિક્રમભાઈ ભીખાભાઈ તડવી ને ઝડપી પાડીને તમામ આરોપીઓ વિરુદ્ધ ગરૂડેશ્વર પોલીસ મથકે કાયદેસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે