કાશ્મીર ઘાટીમાં શાળાઓમાં બાળકોને ભજન ગવડાવવા સામે મહેબૂબા મુફ્તીને વાંધો પડ્યો છે તેઓએ કહ્યું અહી મુસ્લિમ ધાર્મિક નેતાઓ અને ઉલેમાઓની છેલ્લા કેટલાક દિવસોથી ધરપકડો સામે પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ નારાજગી વ્યક્ત કરી હતી.
તેમના ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટમાં, તેમણે લખ્યું, "ધાર્મિક વિદ્વાનોને જેલમાં ધકેલી દેવા, જામા મસ્જિદને બંધ કરવી અને અહીંના શાળાના બાળકોને હિંદુ ભજન ગાવા માટે નિર્દેશિત કરવા એ કાશ્મીરમાં ભારત સરકારના વાસ્તવિક હિન્દુત્વના એજન્ડાને છતી કરે છે."
આ કહેવાતા બદલાતા જમ્મુ અને કાશ્મીર માટે આપણે આ કિંમત ચૂકવી રહ્યા છીએ.
વાસ્તવમાં, મહેબૂબાની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર સરકારી હાઈસ્કૂલ નાગામ (કુલગામ)ના એક વાયરલ વીડિયો સાથે સામે આવી છે જેમાં શિક્ષકો બાળકોને મહાત્મા ગાંધીના લોકપ્રિય ભજન રઘુપતિ રાઘવ રાજા રામ... પ્રાથના ગાતા શીખવી રહ્યા હતા.
આપણે ભજનોને માન આપીએ છીએ અને આદર આપીએ છીએ, પણ મુસ્લિમ બાળકોને ભજન ગાવાનુ ? મારો તેમને પ્રશ્ન છે કે તેઓ શું કરવા માગે છે.
તેમણે કહ્યું કે તમે લોકો ગાંધીજીની હત્યા કરનાર ગોડસેની પૂજા કરો છો. તો પછી અમને ગાંધીજીનો પાઠ કેમ ભણાવો છો? આપણે ગાંધીજીને જાણીએ જ છીએ અને માનીએ છીએ.