જવાહર મેદાનમાં બે લાખ લોકો ઉમટી પડવાનો દાવો રોડ શો યોજાશે

કેન્દ્રીય મંત્રી માંડવિયાએ ભાવનગરમાં અધિકારીઓ સાથે બેઠક 

વડાપ્રધાન ભાવનગર આવી રહ્યા છે,

ત્યારે આ મુલાકાતમાં ભાવનગર જિલ્લાને

અનેક વિકાસ કાર્યોની ભેટ આપવાનો

આશાવાદ જાગ્યો છે. પી.એમ.ના

કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે આજે

વિસ્તૃત ચર્ચાઓ કેન્દ્રીય મંત્રી

મનસુખભાઇ માંડવિયાની ઉપસ્થિતિમાં

કલેકટર કચેરી ખાતે કરવામાં આવી હતી.

કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ

તાજેતરમાં વડાપ્રધાનની કચ્છની

મુલાકાતના અનુભવો વહેંચીને આ

કાર્યક્રમને વધારે સફળ કેવી રીતે બનાવી

શકાય તે માટેના સૂચનો કર્યા હતાં. આ

સાથે તેમણે વડાપ્રધાનને આવકારવાં માટે

૨ થી ૨.૫ લાખ લોકો જવાહર મેદાન

ખાતે ઉમટી પડશે તેવો દાવો કરાયો છે.

તેમજ રોડ શો માં ૫૦,૦૦૦ લોકો

ઉપસ્થિત રહેશે તેમ જણાવ્યુ હતું.આ

બેઠકમાં ધારાસભ્ય, મેયર, જિલ્લા

પંચાયત પ્રમુખ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન

જિલ્લા ભા.જ.પ.પ્રમુખ, શહેર ભા.જ.પ.

પ્રમુખ, રેન્જ આઈ.જી. મહાનગરપાલિકા

કમિશ્નર, જિલ્લા વિકાસ અધિકારી,

નગરપાલિકાનિયામક. એસ.પી.

સહિતના

જિલ્લાનાં પદાધિકારીઓ અધિકારીઓ

તેમજ બોટાદ અને અમરેલી જિલ્લાનાં

પદાધિકારીઓ અધિકારીઓ ઓનલાઈન

માધ્યમથી જોડાયાં હતાં.