બનાસકાંઠા ના દિયોદર પોલીસે દ્વારા આશા વર્કર બહેનોની  અટકાયત કરવામાં આવી હતી

બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આશા વર્કર બહેનો ની પોલીસે કરી અટકાયત .

બનાસકાંઠા જિલ્લાના દિયોદર સર્કીટ હાઉસ ખાતેથી આશા વર્કર બહેનો દ્વારા વિવિધ માંગણીઓ લઈ રામધુન બોલાવી વિરોધ પ્રદર્શન દર્શાવ્યો હતો જ્યાં સરકાર સામે વિરોધ દર્શાવી સુત્રોચ્ચાર પોકાર્યા હતા અને દિયોદર ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા ના પ્રતિનિધિ ને વિવિધ માંગણીઓને લઈને આવેદન પત્ર આપ્યું હતું જ્યાં આશા બહેનો દ્વારા રેલી યોજી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યાં આશા બહેનો એ રેલી યોજી તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદન પત્ર સાથે રજૂઆત કરવા પહોંચે તે પહેલાં દિયોદર પોલીસે આશા વર્કર બહેનોની અટકાયત કરવામાં આવી હતી જ્યાં તમામ આશા. વર્કર બહેનોને દિયોદર પોલીસ મથકે ખાતે લવાઇ હતી. .

.તો બીજી તરફ આશા વર્કર બહેનો દ્વારા જણાવ્યું કે જ્યાં સુધી અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રાખીશું ...