ત્રિદિવસીય‘સ્પોર્ટસ કાર્નિવલ’ આદિવાસી રાઠવા નૃત્ય, ડાંગી નૃત્ય સહિતના અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો

ત્રિદિવસીય ‘સ્પોર્ટસ કાર્નિવલ’ના પ્રથમ દિને સાંજના સમયે આદિવાસી રાઠવા નૃત્ય, ડાંગી નૃત્ય સહિતના અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો શહેરીજનોએ મન ભરીને માણ્યા

      '૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨'ના ભાગરૂપે સુરતના વેસુ કેનાલ પાથ વે પર આજરોજ શરૂ થયેલા ત્રિદિવસીય ‘સ્પોર્ટસ કાર્નિવલ’ના પ્રથમ દિને સાંજના સમયે આદિવાસી રાઠવા નૃત્ય, ડાંગી નૃત્ય સહિતના અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો શહેરીજનોએ મન ભરીને માણ્યા હતા. સાથે નેશનલ ગેમ્સની સ્પર્ધામાં ભાગ લેવા આવેલા ટેબલ ટેનિસ ખેલાડીઓ કોલકાતાની પ્રાપ્તિ સેન તથા હૈદરાબાદના બે ખેલાડીઓ શ્રીજા અલુકા અને સ્નેહિત સુરવાજુલા પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા. તેઓને ઉમળકાભેર આવકારવા સાથે આ ખેલાડીઓ સાથે સુરતીઓએ સેલ્ફી લેવા પડાપડી કરી હતી. જ્યારે અહીં શહેરીજનોએ ફૂડ ફેસ્ટિવલમાં અવનવી આદિવાસી અને ગુજરાતી પરંપરાગત વાનગીઓનો આસ્વાદ પણ માણ્યો હતો. 

         

  નેશનલ ગેમ્સ પૂર્વે બાળકોને ભારતીય સંસ્કૃતિથી જોડવા અને તેમનો ઉત્સાહ વધારવા, સ્પોર્ટ્સ પ્રત્યે રસ જાગૃત કરવા અને આપણી પ્રાચીન ધરોહરથી આજની નવી પેઢીને માહિતગાર કરવા માટે સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન થયું છે, ત્યારે આ અવસરે મોટી સંખ્યામાં રમતપ્રેમી શહેરીજનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.