વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે યુવા કોળી સમાજની મિટિંગ મળી….વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે યુવા કોળી સમાજની મિટિંગ મળી….

મિટિંગમાં યુવા કોળી સમાજના પ્રમુખ તરીકે અશ્વિનભાઈ મેઘાણીની નિમણૂક કરાઇ…

વાંકાનેર તાલુકાના હોલમઢ ગામ ખાતે ગઈકાલના રોજ યુવા કોળી સમાજની મિટિંગ સમાજના વડીલોની ઉપસ્થિતિમાં મળી હતી જેમાં યુવા કોળી સમાજના પ્રમુખ તરીકે અશ્વિનભાઈ મેઘાણીની સતત બીજી વખત નિમણૂક કરવામાં આવી હતી. આ તકે સમાજના યુવાનો દ્વારા કોળી સમાજની ભાવી યુવા પેઢી સંગઠીત બને તથા સમાજમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી…..