ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપનું આયોજન થઇ રહ્યું છે અને 16મી ઓક્ટોબરથી શરૂ થનાર વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયામાં ભારે ઉત્સાહ છે આ મેચ અગાઉ ટીમ ઈન્ડિયાની નવી જર્સી લૉન્ચ કરવામાં આવી છે. 

18 સપ્ટેમ્બરે મુંબઈમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમના ઓફિશિયલ કિટ પાર્ટનર MPL સ્પોર્ટ્સ દ્વારા નવી જર્સી લૉન્ચ કરવામાં આવી છે. 

છેલ્લી ટી-20 વર્લ્ડ કપમાં ઈન્ડિયન ટીમની જર્સી નેવી બ્લૂ કલરમાં હતી. જો કે નવી જર્સીનો કલર લાઈટ બ્લૂ રાખવામાં આવ્યો છે. 

ઉપરાંત ખભા ઉપર ડાર્ક બ્લૂ કલરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે હવે ટી-20માં ભારતીય મહિલા ટીમની જર્સીનો કલર પણ સ્કાય બ્લૂ જ રહેશે. BCCIએ ટ્વીટ કરીને નવી જર્સીની તસવીર શેર કરી હતી

T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે મેલબોર્નમાં પાકિસ્તાન સાથે રમાનાર છે. ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામેની મેચ બાદ ટીમ ઈન્ડિયા ક્વોલિફિકેશન રાઉન્ડમાં ગ્રુપ-1ની વિજેતા ટીમ સામે બીજી મેચ રમશે. 

આ મેચ 27 ઓક્ટોબરે સિડનીમાં રમાશે.ત્યારબાદ ટીમ ઇન્ડિયાની દક્ષિણ આફ્રિકા સાથે ત્રીજી મેચ 30 ઓક્ટોબરે પર્થમાં રમાશે. આ સિવાય ભારત 2 નવેમ્બરે એડિલેડમાં બાંગ્લાદેશ સામે ટકરાશે જ્યારે લીગ સ્ટેજની છેલ્લી મેચ ગ્રુપ-બીના ક્વોલિફિકેશન રાઉન્ડની વિનર ટીમ સાથે હશે.

T20 વર્લ્ડ કપ માટેની ઈન્ડિયન ટીમના ખેલાડીઓમાં રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (WK), દિનેશ કાર્તિક (WK), હાર્દિક પંડ્યા, આર.અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.

સ્ટેન્ડબાય પ્લેયર્સ- મોહમ્મદ શામી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ અને દીપક ચાહરનો સમાવેશ થાય છે.