રાજુલા શહેરમાં તાજેતરમાં વરણી પામેલ સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ આરીફભાઇ જોખીયા(વિશ્વાસ ગ્રુપ ) વાળા જેમને પ્રમુખ બનતાની સાથે જ પહેલું કાર્ય સર્વ સમાજને ઉપયોગી બને તે માટે એમન્યુલન્સ કાર્ય અને સરકારી કામકાજ માટે જેમ કે આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ સહિત બાબતો માટે કાર્યાલયનું પણ આજે કાર્ય કર્યું ત્યારે માર્કેટિંગયાર્ડમાં એમ્બ્યુલન્સ તેમજ સમસ્ત મુસ્લિમ સમાજનું કાર્યાલય ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો તેમજ આ કાર્યક્રમમાં નવનિયુક્ત મુસ્લિમ સમાજના પ્રમુખ આરીફભાઈ જોખીયાએ હાલમાં ચાલી રહેલા લંપી વાયરસના પગલે 11000 રૂપિયાનું અનુદાન ગૌશાળામાં દેવાની જાહેરાત પણ કરી હતી આ કાર્યક્રમમાં રાજુલા જાફરાબાદ સહિત આસપાસ વિસ્તારમાંથી મુસ્લિમ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંતો મહંતો ભક્તિરામબાપુ(માનવ મંદિર),અમરદાસ બાપુ ,મારુતિ ધામના મહંત ભાવેશબાપુ, ભિખુબાપુ,તેમજ રાજકિય સામાજિક અને વેપારી આગેવાનો ધારાસભ્ય અમરીશભાઈ ડેર,પાલિકા પ્રમુખ રમેશભાઇ,બકુલભાઈ વોરા,સંજયભાઈ ધાખડાં,અમિત જોશી,રવિભાઇ ધાખડા,જેન્તીભાઈ જાની,મનોજભાઈ વ્યાસ અને મુસ્લિમ સમાજના મોલાના તેમજ સાદાતે ઇકરામ અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમજ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન રહીમભાઈ કનોજીયા દ્વારા કરવામાં આવ્યું હતુ અને સાધુ સંતો દ્વારા રહીમભાઈનું ફૂલહારથી સન્માન પણ કરવામાં આવ્યું હતું