પાવીજેતપુર તાલુકામાં લંપી વાયરસના લક્ષણો કુલ ૨૦ પશુઓમાં દેખાય હતા, હાલ ૩ કેસ એક્ટિવ હોઇ જ્યારે ૧૭ જેટલા લંપી વાયરસના કેસ સાજા થઈ જવા પામ્યા છે.
તાજેતરમાં સમગ્ર પૂર્વ પટ્ટી વિસ્તારમાં લંપી વાયરસના કેસ પશુધનમાં દેખાઈ રહ્યા છે. ત્યારે પાવીજેતપુર તાલુકામાં ૨૦ જેટલા કેસ નોંધાયા હતા જેમાંથી ૧૭ જેટલા કેસની દવા ચાલુ હોય જેઓને સારું થઈ જવા પામ્યું છે. જ્યારે ૩ પશુઓમાં હાલ લંપી વાયરસ જોવા મળી રહ્યા છે.
પાવીજેતપુરના પશુ ચિકિત્સક નેહલ રાઠવાને લંપી વાયરસ અંગે પૂછતા તેઓએ વિસ્તારથી જણાવ્યું હતું કે કુલ ૨૦ જેટલા પશુઓમાં લંપી કેસ જોવા મળ્યા હતા. જેમાં ૧૭ પશુઓ સારવાર દ્વારા સારા થઈ જવા પામ્યા છે જ્યારે હાલ બોરકંડા અને કાવરામાં ત્રણ કેસો નોંધાવવા પામ્યા છે. જેઓની સારવાર ચાલુ કરી દેવામાં આવી છે. પશુ ચિકિત્સક ને વધુ પૂછતા તેઓએ જણાવ્યું હતું કે પશુઓને શરૂઆતમાં તાવ ચઢે છે, શરદી થઈ નાકમાંથી પાણી પડે છે, તેમજ પશુના શરીર ઉપર ફોલ્લા જેવી ગાંઠો થઈ જાય છે. આવા ચિન્હો દેખાતા પશુ માલિક પશુ ચિકિત્સક ને જાણ કરતાજ સારવાર ચાલુ કરી દેવામાં આવે છે.
પાવીજેતપુર તાલુકાના ૮ જેટલા પશુધન નિરીક્ષકો હોઈ, ડેરીના ડોક્ટરો હોય તેમજ દસ ગામ વચ્ચે એક ફરતું દવાખાનું છે જેને લઇ કોઈ પણ પશુઓને લંપીવાયરસ ના ચિન્હો દેખાય છે કે તરત જ સારવાર ચાલુ કરી દેવામાં આવે છે સાથે સાથે પશુચિકીત્સકે જણાવ્યું હતું કે પશુ માલિકને થોડોક પણ અન્સાર આવે કે લંબી વાયરસ છે તો તેઓ તાત્કાલિક પશુ ચિકિત્સકો નો કોન્ટેક્ટ કરી સારવાર ચાલુ થઈ જાય તેવું આયોજન કરવું જોઈએ તેમજ પશુઓને કાદવ, કિચડવાળી જગ્યામાં બાંધવું નહીં સ્વચ્છતા જળવાય તેવું આયોજન કરવું જોઈએ.
આમ, પાવીજેતપુર તાલુકામાં ૨૦ જેટલા લંપી વાયરસના કેસ નોંધાયા હોય જેમાંથી ૧૭ કેસ સારા થઈ ગયા છે જ્યારે ૩ કેસની સારવાર ચાલી રહી છે.