તારીખ ૧૦ સપ્ટેમ્બર થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન પૂર્વ આફ્રિકાના ટાન્ઝાનિયાના ઝાંઝીબાર ખાતે પુજ્ય મોરારિબાપુ ની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ઝાંઝીબાર ખાતે પ્રથમ વખત જ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. દારે સલામ, નાઈરોબી ભારત અને યુકે, યુએસએ અને અરુશા જેવા પુર્વ આફ્રિકા ના શ્રોતાઓ તથા સમક્ષ રામકથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે.
આજે બપોર બાદ પુજ્ય મોરારિબાપુ એ ઝાંઝીબાર ના હિન્દુ મંદિર ની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તે પછી તેઓ ઝાંઝીબાર ના રાષ્ટ્રપતિ શ્રી મહામહિમ હુસેન આલી મુઈનના આમંત્રણને માન આપીને શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ શ્રી એ એમની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. પુજ્ય મોરારિબાપુ એ એમને સમાઈલીંગ અને સિમ્પલ પ્રેસિડેન્ટ તરીકે સન્માનિત કર્યા હતા. આ બંને મુલાકાત સમયે સ્થાનિક સંસદ સભ્ય શ્રી ભગવાનજી ભાઈ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.