પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા અધિક પોલીસ

કમિશનરશ્રી, ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી.

ક્રાઇમબ્રાંચ નાઓએ અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા

સારૂ અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ.

જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ

નાઓના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે 

પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.ડી.પરમાર

નાઓની ટીમને મળેલ બાતમી હકિકત આધારે અમદાવાદ શહેર, અમરાઇવાડી

રામદેવનગરની ચાલી બહાર બાપા સીતારામની મઢુલી પાસે જાહેર રોડ ઉપરથી

એક ઈસમ નામે મોહમંદઆરીફ ઉર્ફે કાળીયો મોહમંદહુસેન શેખ ઉ.વ.૩૮, રહે.

સાહેઆલમ ફ્લેટ બ્લોક નં.એ, છઠા માળે, રામોલ ગામ, અમદાવાદ શહેરના

કબ્જામાંથી વગરપાસ-પરમીટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ મેફેડ્રોન નો કુલ્લે

જથ્થો 51.200 ગ્રામ જેની કુલ્લે કિ.રૂ.5,12,000/-નો તથા બીજી ચીજ વસ્તુઓ મળી

કુલ્લે કિ.રૂ.5,12,000/- ની સાથે મળી આવી પકડાઇ ગયેલ હોય સદરી આરોપી

વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.11191011220114/2022ધી

એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી), ૨૦(બી), ૨૯ મુજબ ગુનો તા.16/09/2022 ના

રોજ દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે પો.સ.ઇ.શ્રી. એન.બી.પરમાર નાઓ

તરફ ડેપ્યુટ કરેલ છે.

નોંધ: આ કામનો આરોપી અગાઉ બાપુનગર, શહેરકોટડા, એલીસબ્રીજ,

ગોમતીપુર, નરોડા પોલીસ સ્ટેશનોમાં આર્મ્સ એક્ટ, આંગડીયાલુટ, બાઇક ચોરી,

મારામારી તથા પ્રોહિબીશનના ગુનાઓમાં પકડાયેલ છે.

> કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:

(૧) શ્રી. એ.ડી.પરમાર, પો.ઇન્સ.

(૨) શ્રી જે.બી.દેસાઇ પો.સ.ઇ.

(૩) એ.એસ.આઇ અબ્દુલભાઇ મહોમદભાઇ

(૪) હે.કો. વિજેન્દ્ર ભંવરલાલ

 (૫) હે.કો.બાબુભાઇ અમથાભાઇ

(૬) પો.કો દિગ્વીજયસિંહ જોરસંગભાઇ

(૭) પો.કો કેતનકુમાર વિનુભાઇ

(૮) પો.કો ગીરીશભાઇ જેસંગભાઇ