કોપ્યુટર ઓપરેટરો અને સેવકોએ આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે છેલ્લા ૫ થી ૧૦ વર્ષોથી કોમ્પ્યુટર ઓપરેટર તથા સેવક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીએ છીએ કરાર આધારિત કર્મચારીઓને સમાન વેતન સમાન કામ અંતર્ગત કાયમી કરવામાં આવે અને સરકારના કાયમી કર્મચારીના તમામ પ્રકારના લાભ આપવામાં આવે વીમાના લાભો આપવામાં આવે. સરકારી કર્મચારીઓને મળતા GPF અને CPF ના લાભો આપવામાં આવે. જે કર્મચારીઓ ૫ વર્ષ કે તેથી વધુ સમયથી કામગીરી કરી રહ્યા છે તેમને ઉચ્ચતર પગાર ધોરણના લાભો આપવામાં આવે
સરકારના અલગ-અલગ વિભાગો જેવા કે, સમાજસુરક્ષા શાખા, જનસેવા કેન્દ્ર, પુરવઠા શાખા, મધ્યાન ભોજન શાખા, મતદારયાદી શાખાઓમાં આઉટસોર્સિંગ, કરાર આધારીત અને રોજમદાર તરીકે કામ કરતા કર્મચારીઓને કમીશન પ્રથામાંથી મુક્ત કરીને આવા કર્મચારીઓને યોગ્ય પગાર સ્કેલ અને કેડર નક્કી કરીને સરકાર ના પ્રવાહમાં સમાવવામાં આવે
સેવાસેતુ, ચુંટણી, ગરીબ કલ્યાણ મેળાઓ તથા નિરાધાર/વૃધ્ધ સહાય તથા ગંગાસ્વરૂપા સહાય જેવી વિવિધ યોજનાઓ માટે ઓફિસમાં હાજર રહીને કામગીરી કરવાની થાય. જે કામગીરી કરવા અમો બંધાયેલ છીએ અને સહમત છીએ પરંતુ અમારે પણ ઘર પરીવાર અને સામાજીક જવાબદારી હોવાથી રજાઓના દિવસોએ આ કામગીરી કરવી પડે છે જેની અમને વળતર રજા કે વધારાનું ભથ્થુ ચુકવવામાં આવતું નથી જેના કારણે અમારે સામાજીક જીવનમાં અને આર્થિક રીતે ઘણી નુકશાની સહન કરવી પડે છે. માટે અમારી માંગણીઓ સ્વીકારી ન્યાય આપવામાં આવે
તેવી આવેદનપત્ર આપી રાજુઆત કરી છે.