જૂનાગઢ દોલતપરા માર્કેટિંગ યાર્ડ ખાતે પૈસાની લેવી હતી
મામલે એક મજૂરને માર માર્યાની ઘટના CCTVમાં કેદ થઈ
હતી. બપોરના સમયે શાકભાજીના પૈસાની લેતી દેતી બાબતે
યુવક પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. જે સમગ્ર ઘટના
CCTV કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી
મળતી માહિતી મુજબ ઈલ્યાસ ભાઈ ભિસ્તી નામના
વ્યક્તિને માર્કેટિંગ યાર્ડમાં પૈસાની લેતી દેતી મામલે ઉશ્કેરાઇ
પહેલાં એક ઈસમ દ્વારા માર મારવાનું CCTV કેમેરામાં
દેખાય રહ્યું છે. ત્યારે મામલો વધુ ઉગ્ર બનતા બીજા બે
ઈસમો દ્વારા પણ અચાનક આવી ઈલ્યાસ ભિસ્તીને માર
મારવામાં આવ્યો હતો. ઢોર માર મારતા ઇજાગ્રસ્ત ઈલ્યાસ
ભિસ્તીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ
જવામાં આવ્યો હતો. જ્યા ઇજાગ્રસ્ત યુવાને એ ડિવિઝન
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરીછે.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ