ગૃહમંત્રીના કાફલાની આગળ TRSના નેતાએ કાર ઊભી રાખી, પછી કહ્યું- ભૂલથી થંભી ગઈ હતી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂક જોવા મળી છે. મંગળવારે TRSના નેતાએ હૈદરાબાદમાં શાહના કાફલાની આગળ પોતાની કાર ઊભી રીખી દીધી હતી. જોકે ગૃહમંત્રીના સુરક્ષાકર્મીઓ દ્વારા તેને તાત્કાલિક હટાવી લેવામાં આવી હતી. TRSના તે નેતાની ઓળખ ગોસુલા શ્રીનિવાસ તરીકે થઈ છે.