સુરતના શહેરમાં એલપી સવાણી રોડ પર ફરી ભુવો પડ્યો, કાર ફસાઈ ગઈ! 

સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં પાલનપુર થી એલપી સવાણી રોડ પર બે દિવસ પહેલા મોટો ભુવો પડ્યો હતો. પાલિકાએ આ ભુવો રિપેર કરવાની કામગીરી કરી હતી.

પાલિકાએ રોડ બનાવી લીધો અને ખાડો પણ પૂરી દીધો હતો. રોડ બનાવવાની કામગીરી પૂરી કરી અને મસ્ત 15 જ મિનિટમાં એક કાર જતી હતી તે કાલ ફસાઈ ગઈ હતી. અચાનક ખાડામાં કાર ફસાતા અફરાતફરી મચી ગઈ હતી.

રસ્તા પર ખાડામાં કાર ફસાતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. પાલિકાએ રોડ બનાવ્યો ને 15 થી 20 મિનિટમાં ફરીથી ખાડો પડતા પાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.