નૂતનનગર વાલ્મિકીવાસમાં બન્યો બનાવઃ અરેરાટી સાથે આઘાત
મહુવામાં સમીસાંજે દંપતીએ સજોડે
ગળાફંસો ખાઈને જીવન ટૂંકાવી દિધું
આપઘાતનું કારણ અકબંધ : પુત્રના મૃત્યુના વિયોગમાં પગલું ભર્યાની ચર્ચા
મહુવા શહેરમાં નૂતનનગર
વાલ્મિકીવાસમાં રહેતાં દંપતીએ આજે
સાંજના સુમારે પોતાના ઘરે સજોડે
આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં
અરેરાટી સાથે આઘાત છવાયો હતો.
બનાવની વિગત એવી છે કે,મહુવા
શહેરમાં નુતનનગર શાળા નંબર ૧૨
પાસે વાલ્મિકી વાસમાં રહેતા મુકેશભાઈ
મનજીભાઈ મહિડા (ઉં.વ. આશરે ૩૫)
અને તેના પત્ની છાયાબેન મુકેશભાઈ
મહિડાએ આજે સાંજના ૭:૩૦ કલાક
આસપાસ પોતાના ઘરે પંખા સાથે દોરડુ
બાંધીને ગળાાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
હતું.બનાવની જાણ થતાં જ મહુવા
પોલીસ કાફલો ઘટના સ્તળે દોડી ગયો
હતો.અને બન્ને મૃતદેહનો કબ્જો લઈ
પીએમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલ્યા
હતા.જયારે, દંપતીના આપઘાતનું કારણ
જાણવા તજવીજ હાથ ધરી હતી. તો,આ
તરફ દંપતીના સજોડે આપઘાતના
સમાચાર વાયુવેગે પ્રસરતાં સમાજના
લોકો અને આગેવાનો પણ સરકારી
હોસ્પિટલ દોડી ગયા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં
દંપતીના સજોડે આપઘાતનું સચોટ
કારણ બહાર આવ્યું નથી. પરંતુ, સુત્રો
પાસેથી જાણવા મળતી વિગત મુજબ
એક માસ પૂર્વે મૃતક દંપતીના એકના
એક સંતાન પાંચ વર્ષીય પુત્રનું ખુરશી
ઉપર રમતા-રમતાં પડી જતા માથાના
ભાગે ગંભીર ઈજા થવાના મૃત્યુ થયું હતું
જેના આઘાતમાં માતા-પિતાએ સજોડે
આ અંતિમ પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ
રહ્યું છે. જયારે, બનાવને લઈ સમગ્ર
પંથકમાં આઘાત સાથે અરેરાટી પ્રસરી
ગઈ છે.