જિલ્લામાં સ્પેશયલ ડ્રાઈવ ચલાવી વિવિધ ગુનાઓ આચરેલા નાસતા આરોપીઓને ઝડપી લેવા પોલીસ વડા હરેશ દુધાત સુચના, ડીવાયએસપી સી.પી.મુંધવાએ લીંબડી ડિવિઝન વિસ્તારમાં નાસતા આરોપીઓની હિસ્ટ્રી પોકેટક્રોપ એપ્લીકેશન સર્ચ કરી તેમને ઝડપી પાડવા તાલુકા પોલીસ મથકના કર્મીઓને માર્ગદર્શન આપ્યું હતું. ચુડા પોલીસ ટીમે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કામગીરી હાથ ધરવામાં હતી ત્યારે ચુડા તાલુકાના ભાણેજડા ગામની સીમમાં એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. ઈ.પીએસઆઈ કે.એચ.ઝનકાત અને પોલીસ ટીમે પોકેટક્રોપ એપ્લીકેશન સર્ચ કરી તો ખ્યાલ આવ્યો હતો કે શંકાસ્પદ હાલતમાં મળી આવેલો શખ્સ પ્રવિણભાઈ ભાંભળા છે. જે છેલ્લા એકાદ વર્ષથી ચુડા પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરે છે. પકડાયેલા શખસની પુછતાછ કરતા તેને કબૂલાત કરી હતી કે તે પ્રોહીબીશનના 2 ગુનામાં સંડોવાયેલો છે.