ગુજરાત એસટીનું સૂત્ર છે કે, સલામત સવારી, એસટી
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
અમારી...પરંતુ, જૂનાગઢમાં એસટી બસોની ખખડધજ
હાલત જોતા સલામત સવારીને લઈ સવાલો ઉઠ્યા છે.
બસમાં સવાર લોકોએ બસની હાલતને લઈ નારાજગી
વ્યકત કરી હતી. જૂનાગઢ બસ સ્ટેન્ડ પર જૂનાગઢ- માંગરોળ રૂટની લોકલ
બસ એકદમ ખખડધજ હાલતમાં જોવા મળી હતી. બસની
હાલત ભંગાર જેવી હોવા છતા તેમાં મુસાફરોને બેસાડ્યા
હોવાનું સામે આવ્યું છે. બસની બંને તરફના પતરા તૂટી
ગયેલા જોવા મળ્યા હતા. લોકોએ કહ્યું હતું કે, શું લોકલ
બસમાં મુસાફરી કરે છે તે માણસ નથી?
બીજી તરફ એવું પણ જાણવા મળ્યું હતું કે, એસટી
વિભાગની ઘણી બસોનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું હોવા છતાં
ઓવર કિલોમીટર ચાલી રહી છે. જીવના જોખમે મુસાફરો
એસટી બસોમાં મુસાફરી કરે છે ત્યારે કોઈપણ પ્રકારનો
અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની તે પણ પ્રશ્નો ઊભા
થયા છે.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ