મહેસાણા: દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ગઇકાલે ધરપકડ બાદ આજે મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અર્બુદા સેનાના સ્થાપક અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મહેસાણા કોર્ટે મંજૂર કર્યા છે. પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. નાણાંકીય વ્યવહાર તપાસવા રિમાન્ડ જરૂર હોવાની દલીલ કરાઈ હતી.
વિસનગરમાં અર્બુદા સેનાએ રેલી યોજી, તેમાં સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને વિપુલ ચૌધરીને જેલમાંથી છૂટા કરવાની માગ કરવામાં આવી હતી. 'જેલકા તાળા તુટેગા, વિપુલભાઈ છૂટેગા' ના નારા લાગ્યાં હતા.