હરીજ ની લોહાણા સમાજની વાડી ખાતે ગુરુ વંદના કાર્યંક્રમ યોજાયો..
આજરોજ હારીજ લોહાણા સમાજની વાડી ખાતે 1989 અને ૧૯૯૧માં ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ દ્વારા 31 વર્ષે ગુરુ વંદના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ શિક્ષકો આચાર્ય એટલે કે ગુરુજન નું 125 વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરી આર્શીવાદ લેવામાં આવ્યા અને આ કાર્યક્રમમાં વિદ્યાર્થી વિદ્યાર્થીની ઓ ગુરૂજનો નું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ ભોજન સમારંભ કરી હારીજ,કે.પી હાઇસ્કુલ ખાતે સરસ્વતી માતાજી ની પૂજા કરવામાં આવી અને જૂનું ફ્રેન્ડ સર્કલ આજે ૩૧ વર્ષ મળતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો કોઈ એન આઇ આર, વિદ્યાર્થી પણ હાજર રહ્યા..
રિપોર્ટ:-રાજેશ જાદવ પાટણ