જિલ્લાના અંદાજે ૫૬ હજાર જેટલા ૦ થી ૫ વર્ષના બાળકોને આવરી લેવાશે

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.પી.પટેલે સમીક્ષા દરમિયાન બાળકો પોલીયોથી મુક્ત રહે તે માટે રાજ્ય સરકાર અને જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા તા.૧૮ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ ને રવિવારના રોજ ૦ થી ૫ વર્ષની વયના બાળકો માટે પલ્સ પોલીયોની રસીકરણ અભિયાનનો પ્રારંભ થનાર છે. જેમાં ૨૨૫ પોલીયો બુથ દ્વારા જિલ્લામાં અંદાજીત ૧.૨૫ લાખ ઘરો, ૫૬ હજાર જેટલા બાળકોને આ રસીકરણ હેઠળ આવરી લેવાશે. જેમાં ૨૪ ટ્રાન્ઝિટ પોઈન્ટ, ૪ મેળા/બજાર, ૬૯ જેટલી મોબાઇલ ટીમ, ૭૧ જેટલી ટીમ સુપરવાઇઝરો અને ૧,૫૨૪ જેટલા સભ્યોની ટીમ આ અભિયાનમાં જોડાશે તેવી માહિતી પુરી પાડી હતી. સાથોસાથ તા.૧૯ અને ૨૦ મી સપ્ટેમ્બરના રોજ ડોર-ટુ-ડોર અભિયાન હાથ ધરવામાં આવશે.